new

હવે ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હશે તો નહીં ફટકારી શકાય દંડ

આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી નીતિ પ્રમાણે હવે જો તમારા બેન્કના સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય તો પણ હવે બેન્ક કોઈ જાતનો દંડ નહીં ફટકારી શકે. 


બેન્કની દ્વિમાસિક મોનેટરી પોલીસીનું સ્ટેટમેન્ટ જાહેર કરતી વખતે રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને કહ્યું છે કે 'બેન્ક આવી રીતે ગ્રાહકોની મજબુરી કે અણસમજનો ગેરલાભ નહીં લઈ શકે. બેન્કોએ આવી રીતે મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય એવા ખાતાને દંડ ફટકારવા કરતા આવા ખાતાઓને બેન્ક દ્વારા આપવામાં આવતી સર્વિસ મર્યાદિત કરી દેવાનો વિકલ્પ અપનાવવો જોઈએ. આ સિવાય જે ખાતાઓ ઓપરેટ ન થતા હોય એના પર પણ દંડ ન ફટકારવો જોઈએ.'

હાલમાં તમામ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ કરતા ઓછા પૈસા હોય તો કોઈ ચાર્જ નથી લેતી પણ એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેન્કોમાં જો ગ્રાહકો શહેરી વિસ્તાર વિસ્તારમાં દસ હજારનું અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ હજારનું મિનિમમ બેલેન્સ નહીં રાખે તો ક્વાર્ટર દીઢ 750 રૂપિયાનો દંડ ફટકારે છે.

Post a Comment

0 Comments