new

આજે એચ-ટાટની પરીક્ષા, ઉમેદવાર મૂખ્ય શિક્ષક બનવા સજ્જ


પ્રાથમિક શાળાઓમાં મૂખ્ય શિક્ષક બનવા માટે રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગે એચ-ટાટની પરીક્ષા ફરજિયાત બનાવી છે.એચ-ટાટની પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનારા ઉમેદવારોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ભરતી કરવામા આવશે. દરમિયાન રાજ્ય શિક્ષણ બોર્ડની સુચના મુજબ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા તા.૩૧ના રવિવારના એચ-ટાટ પરીક્ષા લેવામાં આવશે. એચ-ટાટની પરીક્ષા આપવા માટે ઉમેદવારો સજ્જ બન્યા છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના અનુસાર સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા એચ-ટાટની પરીક્ષા યોજવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.એચ-ટાટની પરીક્ષા સો માર્કસની રહેશે.એચ-ટાટની પરીક્ષા શહેરના પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે.પરીક્ષાનો સમય બપોરના બાર થી બે કલાક વચ્ચેનો રહેશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એચ-ટાટની પરીક્ષા કેન્દ્રોની સો મિટર ત્રિજ્યમાં આવેલા ઝેરોક્ષ અને ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઝેરોક્ષ અને ફેક્સના મશીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન પર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.શિક્ષણ બોર્ડના નિમેલા પ્રતિનિધિ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે.પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા માટે કડક પગલા ભરવામાં આવ્યા હોવાનુ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

Post a Comment

0 Comments