new

બોર્ડે ધો.૧૦-૧૨ના ફોર્મની લેઇટ ફીમાં ૫૦૦% વધારો ઝીંક્યો




                                             માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૦ અને ધો.૧૨ની માર્ચ મહિનામાં શરૂ થતી પરીક્ષાઓ પહેલા હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે પરંતુ નવાઇની વાત એ છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બોર્ડે ફોર્મ ભરવાની લેઇટ ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરી દેતા રીતસરની ઉઘાડી લંૂટ ચલાવી રહ્યા છે. આ તોતિંગ ફી વધારો પરત કરી ગત વર્ષ જેટલો અમલમાં રાખવા એક વહીવટી સંઘના સભ્યએ લેખિતમાં શિક્ષણ બોર્ડના ચેરમેનને રજુઆત કરી કરી છે.
ધો. ૧૦ અને ધો. ૧૨ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવમી ડિસેમ્બર હતી. રાજ્યમાંથી ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી દીધા છે. બાકી રહેલા વંચિતો માટે બોર્ડે આ વખતે લેઇટ ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરી દીધો છે. ગત વર્ષે નિયત તારીખ પછીના ૧૦ દિવસમાં લેઇટ ફી સાથે રૂ. ૫૦, પછીના ૧૦ દિવસ માટે ૧૦૦ અને ૧૫૦ રાખવામાં આવી હતી. જોકે આ વર્ષે બોર્ડે વાલીઓ પાસેથી ખુલ્લેઆમ લુંટ ચલાવી છે. વિદ્યાર્થી દીઠ ૧૯ ડિસેમ્બર સુધી લેઇટ ફી ૨૫૦, ૩૦ ડિસેમ્બર સુધી ૫૦૦ અને ૧૦ જાન્યુ.સુધી ૭૫૦ લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારાવાનું નક્કી કર્યુ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વહીવટી સંઘના પ્રમુખે બોર્ડના ચેરમેનને લેખિતમાં રજુઆત કરી જણાવ્યુ છે. લેઇટ ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરતા સામાન્ય વિદ્યાર્થીઓને પોષાય તેમ નથી. ફી વધારો પરત કરી ગત વર્ષ જેટલી લેઇટ ફી અમલમાં રાખવા રજુઆત કરી છે. જોકે બોર્ડના એક અધિકારીને પુછતા તેમને ગત વર્ષે કેટલી લેઇટ ફી હતી તેનું માળખુ જ ખબર ન હતી.

Post a Comment

0 Comments