new

આરટીઈ જોગવાઈને લઈને ૧૬ સ્‍કુલોનું ઉદાસીન વલણ


અરજી બાદ ૧૬ સ્‍કુલોને નોટિસ ફટકારાઈ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૯મી જાન્‍યુઆરીએ મામલામાં વધુ સુનાવણી : ગરીબવર્ગના વિદ્યાર્થી પ્રત્‍યે ઉદાસીનતા

સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને ૨૫ ટકા ફરજિયાત પ્રવેશ આપવાના મુદ્દે ઉદાસીનતા દાખવી રહેલી ૧૬ સ્‍કુલોને ગુજરાત હાઈકોર્ટે નોટીસ ફટકારી હોવાનું જાણવા મળેલ છે. આ મામલામાં હવે ૯મી જાન્‍યુઆરીના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજી કરવામાં આવ્‍યા બાદ કોર્ટે આ સ્‍કુલો પાસેથી જવાબની માંગ કરી છે.ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેંચે નોટિસ ફટકાર્યા બાદ આને લઈને ભારે ચર્ચા છે. રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટની જોગવાઈ હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. કાર્યકારી ચીફ જસ્‍ટીસ વીએમ સહાય અને જસ્‍ટીસ આરપી ધોલારીયા દ્વારા સ્‍કુલો પાસેથી જવાબની માંગ કરી છે. એવું જણાવાયું છે કે, ર્વાષિક ફિ તરીકે સ્‍કુલો ૫૦ હજારથી ૧.૫૦ લાખ સુધી વસુલ કરી રહી છે. જાગેગા ગુજરાત સંધર્ષ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર ઉપર આ નોટિસ આપવામાં આવી છે. ૧૬ સ્‍કુલો દ્વારા આરટીઈ જોગવાઈને અમલી બનાવવા ઉદાસીનતા દાખવી રહી છે. રાજ્‍ય સરકારે ગયા સપ્તાહમાં જ એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં ૨ હજાર ગરીબ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ અપાયો છે. કેટલીક સ્‍કુલો જોગવાઈને પૂર્ણ કરી રહી છે. પરંતુ કેટલીક સ્‍કુલો એવી છે કે જે જોગવાઈને અમલી બનાવતી નથી. કોર્ટે ૯મી જાન્‍યુઆરીના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
શંકાસ્‍પદ સ્‍કુલોના નામ
અમદાવાદ,તા.૧૦,૧૬ સ્‍કુલોને નોટિસ ફટકારવામાં આવી છે. ગરીબવર્ગના વિદ્યાર્થીઓ પ્રત્‍યે ઉદાસીનતા રાખવાને લઈને આ નોટિસ આપવામાં આવી છે. જે ૧૬ સ્‍કુલો શંકાના ધેરામાં આવી ગઈ છે તે નીચે મુજબ છે.
૧. સંતકબીર સ્‍કુલ, નવંરગપુરા
૨. અમદાવાદ ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, બોડકદેવ
૩. દિલ્‍હી પબલ્‍કિ સ્‍કુલ, બોપલ
૪. આનંદનિકેતન સ્‍કુલ, સેટેલાઇટ
૫. પ્રકાશ હાઈરસેકેન્‍ડરી સ્‍કુલ, બોડકદેવ
૬. ઉદગમ સ્‍કુલ, થલતેજ
૭. મહારાજ અગ્રસેન સ્‍કુલ, મેમનગર
૮. માધવ ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, વષાાલ
૯. એફડી પ્રાઈમરી સ્‍કુલ, જોહાપુરા
૧૦. જાયડસ સ્‍કુલ ફોર એક્‍સીલન્‍સ, વેજલપુર
૧૧. એશિયા ઇંગ્‍લિશ સ્‍કુલ, થલતેજ
૧૨. એચબીકે સ્‍કુલ, મેમનગર
૧૩. યુરો સ્‍કુલ, હેબતપુર
૧૪. ડીએવી ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, મકરબા

Post a Comment

0 Comments